Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના દેસાઈ વગા વિસ્તારમાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

નડિયાદના દેસાઈ વગા વિસ્તારમાં આજે અચાનક જ એક સીએનજી ઇકો કારમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા સમય સૂચકતા વાપરીને ઇકો કારનો ચાલક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન જાણવા મળ્યું છે કે કોઈ શોર્ટ સર્કિટના કારણે ઇકો કારમાં આગ લાગી હોય આગ લાગતાની સાથે જ નડિયાદ ફાયર ટીમના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત બ્રેકિંગ: ગણપતસિંહ વસાવાએ પરિવાર સાથે કર્યું મતદાન

ProudOfGujarat

રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત શેરી ગરબામાં અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચના “કીપ ફિટ ગ્રુપ” નો આવ્યો પ્રથમ ક્રમાંક

ProudOfGujarat

ભરૂચ એસઓજીની ટીમે બિલ વગરના લોખંડના 14 લાખથી વધુ ના શંકાસ્પદ જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!