રક્તદાન એ જ મહાદાન, સમગ્ર વિશ્વના અનેક દેશો જ્યારે કોરોના જેવી ગંભીર બીમારીની ઝપેટમાં હતા ત્યારે માનવીને અનેક એવી ઇમરજન્સી વસ્તુઓની જરુર પડતી હતી જેમાંનું એક હતું રક્ત, રક્તના કારણે પણ અનેક લોકો લોકડાઉન જેવી સ્થિતિમાં પણ ભટકતા નજરે પડતાં હતા, ત્યારે આ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ સામે પહોંચી વળવા હવે યુવાનો જાગૃત થયા છે.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે રવિવારના દિવસે અંજુમન સાર્વજનિક દવાખાના તેમજ રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારીયા, પારખેત, કહાન, સિતપોણ, નબીપુર, ભરૂચ, પગુથણ, કંબોલી વિગેરે ગામનોના નવ યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કર્યું હતું.
અંદાજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૮૦ જેટલા યુવાનોએ બ્લડ ડોનેશન કરી ઉમદા કાર્ય હાથ ધર્યું હતું, આ પ્રસંગે અંજુમન દવાખાનાના સ્ટાફ, સામાજીક કાર્યકર અબ્દુલ કામઠી, સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, મૌલાના લુકમાન ભુતા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરુચ