Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

સુરતના માંગરોળ તાલુકામાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ઝંખવાવના વતની તલાટી કમમંત્રીને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ રોડ પર બુલેટ અને એકટીવા એકટીવા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધામડોદ ગામે ઝંખવાવના તલાટી કમમંત્રી જીગ્નેશભાઈ વસાવા પોતાની ફરજ પર જતા હોય તે સમયે સેલાંરપુર અને કંટવાવ નજીક સામેથી પુરપાટ ઝડપે બુલેટ ચાલક આવતા એકટીવા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં તલાટી-કમ-મંત્રી જીગ્નેશભાઈને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેઓને સારવાર અર્થે બારડોલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, મુસ્તાક મુલતાની તેમજ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ કરી ભજન કીર્તનનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ટોઠીદરા ખાતે ભુસ્તર વિભાગની ટીમનું આકસ્મિક ચેકીંગ : ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!