Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ : રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો એકત્રિત થયા; બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરી સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યો જાળવવાનો સંકલ્પ લીધો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા. તેમણે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બુદ્ધ વંદના કરવામાં આવી હતી અને ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરી સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ડો. બાબાસાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર, 1956ના રોજ નાગપુરની ઐતિહાસિક દીક્ષાભૂમિ ખાતે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવે છે. બુદ્ધિસ્ટ સંશોધન કેન્દ્રના આહ્વાનથી દેશભરમાં યોજાયેલા જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે ભરૂચમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઈન્સાફ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ તેમજ ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જયંતિ સુતરિયા, અશોક માંડવીયા, વિનય સોલંકી, વિઠ્ઠલ પરમાર, અશોક મકવાણા, રમણ પરમાર, બાબુ પરમાર, મંજુબેન પરમાર અને શ્યામજી મકવાણા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બંધારણીય આદર્શોને જનજન સુધી પહોંચાડવા તેમજ સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

મિયાગામ-ડભોઈ વચ્ચે રેલવે લાઈનના પેન્ડલમ-લાઈનર્સ ચોરતા ૭ ઝડપાયાં

ProudOfGujarat

સંગીત દિગ્દર્શક રાહુલ નાયરે બંધાયેલા જુબીન નૌટિયાલના વખાણ કર્યા, કહ્યું કે “તેમનાથી વધુ સારું કોઈ ગાઈ શકે નહીં”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!