Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને કરી સહાય.

Share

નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી મદદરૂપ થયાં હતા. જેમાં વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી મદદરૂપ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારાનિર્ભયા ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ લોકરક્ષક ગોસ્વામી વર્ષાબેન ડુંગરપુરીનું તારીખ 9/12/2021 રોજ પેટ્રોલિંગ કરતી વખતે વાહન અકસ્માતમાં દુખદ અવસાન થયું હતું તેમના પરિવાર માટે દુઃખ નું પહાડ તૂટી ગયો હતો કેમ કે એમના પરિવારમાં કમાવવાવાળું બીજુ કોઈ નથી. આવા સમયે નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ પરિવારના પડખે ઊભા રહી નર્મદા પોલીસ પરિવાર દ્વારા વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી ગરીબ પરિવારને મદદરૂપ થયા. ખરેખર પોલીસ અધિક્ષકે ગરીબોના મસીહા બનીને ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચની મુન્શી (મહિલા) બી.એડ. કોલેજમાં ચંદ્રયાન-૩ વિશે રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!