Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાલેજ સ્થિત કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષકો એ શુક્રવારે શાળામાં કાળી પટ્ટી તેમજ કાળા કપડા પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત કર્મચારી સંયુક્ત મોરચાએ આપેલા આદેશ અનુસાર કુમાર શાળા પાલેજના સમગ્ર સ્ટાફ શાળા સમય કરતા અડધો કલાક વહેલા આવી કાળા કપડાં તેમજ કાળી પટ્ટી ધારણ કરી એન.પી.એસ હટાવી, ઓ.પી.એસ લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી. નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન યોજના દાખલ કરવાની માંગણી સાથે તેઓએ કાળી પટ્ટી તેમજ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં રૂા.૧૩ કરોડથી વધુ ૨કમના વિકાસના કામોનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!