Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેક્કન ફાઇન કેમિકલ્સ એ જયાબેન મોદી હોસ્પિટલને પેરા-મોનીટર, ડી-ફેબ્રિલેટર તથા સેન્ટ્રલ નર્સિંગ સિસ્ટમનું અનુદાન આપ્યું.

Share

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પીટલમાં ડેક્કન ફાઇન કેમિકલ્સ (ઈન્ડિયા) પ્રા.લિ દ્વારા પેરા-મોનીટર,ડી-ફેબ્રિલેટર તથા સેન્ટ્રલ નર્સિંગ સિસ્ટમ માટે અનુદાન આપવામાં આવ્યું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં પેરા-મોનીટર, ડી-ફેબ્રિલેટર તેમજ સેન્ટ્રલ નર્સિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યુ છે. જેમાં આઈ.સી.યુ ની અંદર પેરા-મોનીટર મૂકવામાં આવ્યૂ છે જે દર્દીની અંદર ઑક્સીજન લેવલ, હદયના ધબકારા, શરીરનું તાપમાન, શ્વાસોશ્વાસની જાણકારી આપે છે તેમજ ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે ડી-ફેબ્રિલેટરની તથા સેન્ટ્રલ નર્સિંગ સિસ્ટમ પણ મૂકવામાં આવતા અહીંના દર્દીઓને ગુણવત્તાસભર સ્વાસ્થ્યની સવલતો પ્રાપ્ત થશે.

આ તકે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી જનરલ મેનેજર ડૉ.નિનાદ, જયાબેન મોદી હોસ્પિટલના એડમીનિસ્ટ્રેશન ભાવેશ મોગા, ઇમરજન્સી હેડ ડૉ.આતિમ ડેલિવાલા દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ (ઈન્ડિયા) પ્રા.લિ ના હેડ પરાગ શાહ, રાહુલ શાહ, ફેકટરી મેડિકલ ઓફિસર, ડૉ. ચેતન મોરધાણા, એચ.આર હેડ વિપુલ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વગર જણાયા.

ProudOfGujarat

વલસાડ શહેરમાં રહેતાં પરપ્રાંતિય લોકોના વિસ્‍તારોમાં પોલીસનું પેટ્રોલીંગઃ શાંતિ જાળવી રાખવા અપીલ કોઇને પણ અસલામતિનો અનુભવ થાય તો તુર્ત જ પોલીસને જાણ કરવા સમજાવાયા

ProudOfGujarat

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!