Proud of Gujarat
FeaturedGujaratINDIA

પેટ્રોલ-ડીઝલ તથા ખાદ્ય તેલમાં ભાવ વધારો થતાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજી દર્શાવ્યો વિરોધ.

Share

ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા સ્થાને હોય તેવા સમયે તાજેતરમાં રોજબરોજ પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ સહિતની વસ્તુઓમાં એકાએક ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે આથી આજે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભાવ વધારાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, અનાજ, કઠોળમાં છેલ્લા લાંબા સમયથી દિનપ્રતિદિન વધારો થતો જાય છે તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે તો રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થતો જાય છે આ ભાવ વધારાના વિરોધમાં અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષ દરેક જિલ્લા તાલુકા મથકમાં ધરણા કાર્યક્રમ યોજાય છે,જે અંતર્ગત આજે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણા યોજવામાં આવ્યા હતા અને આ ભાવ વધારા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.આ ધરણાના કાર્યક્રમમાં ભરૂચ તાલુકા પ્રમુખ સલીમ પટેલ, મહામંત્રી કમલેશ પરમાર, વિરોધ પક્ષના તાલુકા પંચાયતના નેતા હાર્દિક પટેલ, મતદાર ખજાનચી, દિનેશ અડવાણી સહિતના ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ આહલાદક બન્યું…

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં કર્મચારીઓ દ્વારા મનમાની અમુક દુકાનદારોને ખોટી રીતે હેરાન કરી દંડ વસુલાતો હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!