Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના વિવિધ વિસ્તારોમાં PGVCL ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા લાખોની ચોરી ઝડપાઇ.

Share

લીંબડીનાં વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ હાથ ધરવામાં આવ્યું હતું. લીંબડીના ભૂતશેરી સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાખો રૂપીયાની વીજચોરી પીજીવીસીએલના અધિકારીઓએ ઝડપી પાડેલ છે. અવારનવાર વીજ ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં લીંબડી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેમાં વહેલી સવારથી જ લીંબડી ની ભૂતશેરી સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવા માટે ટીમ કામે લાગી હતી ત્યારે ક્યાંકને ક્યાંક વિજચોરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ચેકીંગ લીંબડી ડેપ્યુટી ઈજનેર પરમાર સહિતની સુરેન્દ્રનગર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસનું સર્વર બે દિવસથી બંધ રહેતા ગ્રાહકોને ધરમધક્કા, ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના આર્થિક કામકાજ અટક્યા

ProudOfGujarat

વાલિયા એપીએમસી ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

આમોદ : સારીંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!