Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ડભોઇમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

વડોદરાના ડભોઈમાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું ન હોય આથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય સરકાર સમક્ષ આ વિસ્તારનાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.

આ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર ખેડૂતો તમામ ઋતુઓનાં પાક લઈ શકે તે માટે તે ઉપરાંત જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવામાં આવે તે મુખ્ય પ્રાથમિકતા કહેવાય છે. ઉદ્યોગોને પાણી મળવું જોઈએ પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે વાત યોગ્ય નથી. ડભોઈ તાલુકામાં ૨૦ જેટલી નર્મદા વસાહત ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. 20 પૈકી ચાર વસાહતોનાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેઓની ખેતી નર્મદા કેનાલ પર નભે છે આથી ખેતી માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. ઉનાળુ પાકને ભારે નુકસાન થાય છે. ડભોઇ તાલુકાનાં ખેડૂતોને પૂરતું પાણી ન મળતા તેઓ ખેતીમાં નુકસાની વેઠી રહ્યા છે. આથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ મારફતે તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ લાખોનાં પ્રોહિબિશનનાં મુદ્દામાલનો એક આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામની આદિવાસી દિકરીએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા તેમજ શહેરમાં ચોરી ની ઘટનાઓમાં ભારે વેગ મળી રહ્યો છે વધુ એક ચોરીથી તરખાટ મચી ગયો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!