Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો મુળ મધ્યપ્રદેશનો દામોદરસિંગ ભદોરીયા નામનો ઇસમ ગત તા.૧૮ મીના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં નોકરી પરથી છુટીને ઘરે જતો હતો, તે દરમિયાન રસ્તામાં ત્રણ અજાણ્યા ઇસમોએ તેને રોકીને માર માર માર્યો હતો. આ સંદર્ભે ઝઘડીયા પોલીસમાં અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા ભરુચ જિલ્લા એલસીબી એ કવાયત હાથ ધરી હતી. દરમિયાન એલસીબી ને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળ્યા મુજબ એલસીબી ની ટીમે આ ગુનામાં સંડોવાયેલ ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. મળેલ બાતમીના આધારે ભરુચ જિલ્લા એલસીબી ની ટીમે સિક્યુરિટી ગાર્ડને માર મારનાર ત્રણ ઇસમો પૈકી એકને કંપનીમાંથી તેમજ બે ઇસમોને પોતપોતાના ઘરેથી ઝડપી લીધા હતા. મનીષ અર્જુનભાઇ વસાવા રહે. ખરચી તા.ઝઘડીયા, શૈલેશ સુભાષભાઇ વસાવા રહે.સારંગપુર જીતાલી ફાટક પાસે તા.અંકલેશ્વર તેમજ ધર્મેશ ઉર્ફે લાલો દલપતભાઈ વસાવા રહે.ગામ રંડેરી તા.ઝઘડીયા જિ.ભરુચના નામના આ પકડાયેલ ત્રણ ઇસમોની એલસીબી પોલીસે પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, અને મોટરસાયકલ લઇને ત્રણેય જતા હતા તે દરમિયાન આ ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૂ. એક લાખની કિંમતની મોટરસાયકલ કબજે લઇને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઝઘડીયા પોલીસને સોંપ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

ProudOfGujarat

વસાવા સમાજ દ્વારા જુની દિવી ગામ ખાતે ક્રીકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરાના તલાટીએ માહિતી નહીં આપતા અરજદાર દ્વારા માહિતી કમિશનરને બીજી અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!