Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજયા.

Share

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અર્ધી રાત્રીના સમયે આસામ પોલીસ દ્વારા વિવાદિત ટ્વીટ મામલે ધરપકડ કરી તેઓને અમદાવાદ એરપોર્ટથી આસામ લઈ જતા સમયે એરપોર્ટ પ્રદેશ કોંગ્રેસ ન નેતાઓ અને મેવાણીના સમર્થકોએ ઉમટી પડી આસામ પોલીસની કામગીરીને વખોડી કાઢી હતી.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડને કોંગ્રેસ દ્વારા ગેરબંધારણીય ગણાવી રાજ્યમાં આસામ પોલીસ અને વર્તમાન સરકાર સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

Advertisement

ભરૂચના સ્ટેશન સર્કલ પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં “લોકશાહી બચાવ-સંવિધાન બચાવો” સાથે ધરણા પ્રદશન યોજી હાથમાં પ્લેકાર્ડ લઈ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોખી, સહિત નગરપાલિકાના સભ્યો, મહિલા કોંગ્રેસ તેમજ જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ : વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં આગ લાગી હતી.

ProudOfGujarat

છોટાઉદેપુર : કડદા ખાતે મહારાષ્ટ્રથી બોટ મારફતે લવાતો દારૂ પકડાયો.

ProudOfGujarat

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પુછપરછમાં સિક્યુરિટી ગાર્ડ ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ બે આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડ ની પણ ધરપકડ કરી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!