Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ પાસેના દાવડા-દેગામ‌ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં આજે આગ લાગી હતી. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર બ્રાઉઝરો ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.

નડિયાદની ૪ થી વધુ વોટર બ્રાઉઝર તથા આણંદના ૨ વોટર બ્રાઉઝર દ્વારા હજારો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એ બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં કોઈ જનહાની સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

ProudOfGujarat

ટ્રકને તાડપત્રી બાંધતાં ડ્રાયવરને કારે ટક્કર મારતાં મોત

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાના હાલોલ માર્ગ પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!