Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પંથકમાં બરોડા વિજિલન્સનો મેગા સપાટો: 7 ગામોમાં દરોડા, રૂ. 48.64 લાખની વીજચોરી ઝડપાઈ

Share

 

વાંકલ: માંગરોળ તાલુકામાં વધતા લાઇનલોસ અને ગેરકાયદેસર વીજ વપરાશ અંગેની ફરિયાદોને પગલે  DGVCL એક્શન મોડમાં આવી છે. બરોડા વિજિલન્સ વિભાગે વહેલી સવારે વિશાળ ઓપરેશન હાથ ધરી 7 ગામોમાં આકસ્મિક દરોડા પાડતા આશરે રૂ. 48.64 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, બરોડા, સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાની વિજિલન્સ ટીમોએ સંયુક્ત રીતે આ મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ 135 સ્ટાફ સભ્યોની ટીમો 45 ગાડીઓના કાફલા સાથે સવારે 5 વાગ્યે જ ફિલ્ડમાં ઉતરી પડી હતી.

કોઈ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમોએ આંબાવાડી, મોસાલી, ગીજરમ, માંગરોળ, સિમોદ્રા, રણકપોર સહિત કુલ 7 ગામોમાં સઘન તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્તરે કોઈને પૂર્વ જાણ પણ થઈ નહોતી.

સઘન ચેકિંગ દરમિયાન અધિકારીઓએ કુલ 1260 જેટલા વીજ કનેક્શનોની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન 66 સ્થળોએ ગેરરીતિ અને સીધી વીજચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કુલ રૂ. 48.64 લાખનું નુકસાન કરતી વીજચોરી ઝડપાઈ છે.

વીજ કંપનીના અધિકારીઓએ તમામ ઝડપાયેલા વીજચોરો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે. વહેલી સવારે પોલીસ સુરક્ષા વચ્ચે થયેલી આ વ્યાપક કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

આ મેગા ડ્રાઇવ બાદ સ્પષ્ટ સંદેશ ગયો છે કે વીજચોરી સામે હવે વીજ કંપની વધુ કડક વલણ અપનાવી રહી છે અને આવનારા સમયમાં આવી કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં લાઈટોના ધાંધિયાથી પ્રજાજનો ત્રાહિમામ, કલાકો સુધી વીજળી ડુલ રહેતા અરજદારોને પડતી હાલાકી.

ProudOfGujarat

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

ProudOfGujarat

ત્રણ ગુજરાતીઓનો એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં ડંકો, જીત્યા 4 ગોલ્ડ સહિત 8 મેડલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!