Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી કરાઇ.

Share

પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આવતા ઇદના પર્વની સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી. હિન્દુ ધર્મમાં જેવી રીતે શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો ગણાય છે, તેમ મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા( ઉપવાસ) રાખવામાં આવતા હોય છે. રમઝાન મહિનાનો ચાંદ દેખાતાજ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઇ જતો હોય છે. રોજો એટલે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવુ પીવુ જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો. રમઝાન માસમાં રાત્રે ઇસાની નમાજની સાથેસાથે રમઝાનને લઇને ખાસ વધારાની તરાવીહની નમાજ પણ પઢવામાં આવે છે. આખો મહિનો રોજા રાખ્યા બાદ ઇદનો ચાંદ દેખાતા સવારના ઇદ મનાવાતી હોય છે. ઇદ એટલે ખુશીનો તહેવાર. શાંતિ અને ભાઇચારાનો સંદેશ લઇને આવતા ઇદના તહેવાર નિમિત્તે એકબીજાને ઇદની મુબારકબાદ પેશ કરાતી હોય છે. ઇદના દિવસે વહેલી સવારથીજ નાના બાળકોથી લઇને યુવાનો તેમજ વૃધ્ધો સહિત તમામ મુસ્લિમ બિરાદરો નવા કપડા પહેરીને ઇદના પર્વની ઉજવણીનો આનંદ લેતા હોય છે. ઇદના દિવસે મસ્જિદોમાં ઇદની નમાજ પઢવામાં આવતી હોય છે.

આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન ઇદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા સહિતના વિવિધ ગામોએ મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદનો તહેવાર મનાવ્યો. આ પ્રસંગે મસ્જિદોમાં ઇદની નમાજ બાદ મૌલાનાઓએ દુઆઓ માંગી હતી. જિલ્લાના વિવિધ ગામોએ હિન્દુ ભાઇઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઉલ્લેખનીય છેકે વિતેલા બે વર્ષો દરમિયાન કોરોના મહામારીને લઇને તહેવારોની ઉજવણી શક્ય બની નહતી. ત્યારે માહોલ પુર્વવત બનતા જનતાના મુખ પર સ્વાભાવિકપણે તહેવારોની ઉજવણીનો થનગનાટ દેખાય છે. આજે રમઝાન ઇદનું પર્વ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પરંપરાગત ઉત્સાહમય અને ભાઇચારાના માહોલ વચ્ચે મનાવાયું.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

રાજપીપળા : વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે ”દિવ્યાંગ સાધન સહાય વિતરણ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

ProudOfGujarat

વિધાનસભા ઝઘડિયા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉર્મિલાબેન ભગતની પસંદગી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!