Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખી તેઓના મત વિસ્તારમાં બનતા રસ્તાઓનું નિરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગ કરી છે, ધારાસભ્ય છોટુ વસાવાએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે હાલમાં ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકામાં વિવિધ સ્થળે રસ્તા અને નાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરીમાં જે તે એજન્સી દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં પરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી બાંધકામ કરવામાં આવી રહ્યું છે, રસ્તાના નાળાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યું છે, તેમજ નાળાની કામગીરીમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, આ રસ્તાઓ સેન્સેર પેવરથી નહિ અને સાદા પેવરથી બનાવવામાં આવ્યું છે, જેથી આ રસ્તાઓ ટકાઉ બનતા નથી અને ટૂંકાગાળામાં ખરાબ થઇ જવાની શક્યતાઓ છે.

Advertisement

છોટુ વસાવાએ લખેલા પત્રમાં આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક (SO અને engineer)તથા કોન્ટ્રાક્ટર કોઈ પણ ચાલુ કામના સ્થળે હાજર રહેતા નથી, સાથે જ કામનું સુપરવિઝન થતું નથી અને કામની ગુણવત્તા જળવાતી નથી જેના કારણે પ્રજાના નાણાંનો દુર્વ્યય થાય છે, જેથી સ્થાનિક ધારાસભ્યની જાણકારીમાં તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં જવાબદારો સામે પગલા ભરવા માટે છોટુ વસાવાએ પત્રમાં ભલામણ કરી છે.

હારુન પટેલ


Share

Related posts

પાવીજેતપુરના મુવાડા ગામે દીપડાનો આતંક, બે બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત.

ProudOfGujarat

ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક ઉર્ફે જમીર લુકમાન ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

ProudOfGujarat

કબીરવડ ખાતે ફરવા આવેલાં નેત્રંગના ચાર પૈકીનો એક યુવાન નદીમાં ગુમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!