Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

Share

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૩ માં ગંદકીનું સામ્રાજ્ય વાધવા પામ્યું છે ત્યારે રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક રહીશોએ ગંદકીનાં સામ્રાજ્યથી હેરાન પરેશાન થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને નગરપાલિકાની પોલ ખોલી હતી.

Advertisement

અંકલેશ્વર શહેરમાં આવેલા આદર્શ સોસાયટીમાં વોર્ડ નંબર ૩ છેલ્લા એક મહિનાથી ઉભરાટી ગટરો અને તેની દુર્ગંધને લઇને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે ઉભરાતી ગટરનું પાણી લોકોના ઘરના આંગણે સુધી પહોંચી જાય છે ત્યારે એની દુર્ગંધથી સ્થાનિકો બીમારીનો ભય સતાવી રહ્યો છે ત્યારે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી અને આ ઉભરાતી ગટરનો કોઈ નિકાલ કરવામાં આવે એવી લોક માંગ કરી હતી.

મુકેશ વસાવા , અંકલેશ્વર


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ભુખી નદી ઉપર નિર્માણ થયેલ બ્રીજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.

ProudOfGujarat

દહેજથી સેલવાસ પી.ટી.એ પાવડરનો જથ્થો લઈને જતાં ડ્રાઇવરની હત્યા કરી બે મિત્રો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!