Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના ડભાણ નજીક રેતી ભરેલ ટ્રેલરે બીજા ટ્રેલરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

Share

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદના ડભાણ નજીક ગઇકાલે મોડી રાત્રીના સુમારે રેતી ભરેલ એક બેફામ ટ્રેલરએ સાઈડમાં પવનચક્કીના પાંખિયા ભરી ઉભેલા ટ્રેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર માર્યા બાદ ટ્રેલર રોડ પર આડુ થઇ જતા હાઇવે પર બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી પણ કરોડોના પાંખિયાને નુકશાન પહોંચતા ડ્રાઇવર ચિંતામાં આવી ગયો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક વાહન મૂકી ગુમ થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. હાઇવે પેટ્રોલિંગ એ ટ્રાફિક હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ચાંચવેલ બ્રિજ પરથી ટ્રક ખાડીમાં ખાબક્યો, રેસ્ક્યુ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો  :   વાગરા પોલીસ અને ONGC ફાયર ટીમે હાથ ધર્યું બચાવ અભિયાન, અકસ્માતનું કારણ અકબંધ

ProudOfGujarat

ન્યુ દિલ્હી ખાતે યોજાનારા અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માં જોડાવા માટે ભરૂચમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રવાના થયા

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!