Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ.

Share

કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં આરટીઓ કચેરી દ્વારા રોડ સેફ્ટી એકશન પ્લાન ૨૦૨૨-૨૩ રજૂ કરાયો હતો. જેમાં જિલ્લામાં રોડ અકસ્માતો ઘટાડવા અંગે થયેલ કામગીરી તથા અકસ્માત નિવારવા અંગેના વિવિધ ઉપાયોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં પાર્કીંગ ઝોન બનાવવો, ફૂટપાથ પરથી લારી ગલ્લા દૂર કરવા, વાહનોની ઓવરસ્પીડ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાતચીત, રખડતા ઢોરના નિયંત્રણ તેમજ અકસ્માત અંગે પ્રજામાં જનજાગૃતિ લાવવા અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી. કલેકટર બચાણીએ જિલ્લામાં અકસ્માતો નિવારણ અંગે કયા પગલા લેવા જોઇએ અને અકસ્માત થયા બાદ કરવાની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી નિયમીત અકસ્માતો થતા હોય તેવી જગ્યાની સુરક્ષા સંબંધી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ડીઆરડીએના ડાયરેકટર, કાર્યપાલક ઇજનેર સાલવી, ચીફ ઓફિસર, જિલ્લા શિક્ષણાધિકારી તથા આરટીઓની અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

ProudOfGujarat

નેતૃત્‍વ તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજીઓ મંગાવાઇ..

ProudOfGujarat

મેટ્રોમાં મુસાફરી કરવા તૈયાર થઈ જાઓ : પી.એમ મોદી નવરાત્રિ પર ગુજરાતને આપશે મોટી ભેટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!