Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 ની કચેરીના પહેલા માળે આગ લાગતા મહત્વના કાગળો બળીને ખાખ.

Share

વડોદરામાં મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 ની પશ્ચિમ ઝોનની કચેરીમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નંબર 12 ની પશ્ચિમ ઝોનની કચેરીમાં પ્રોગ્રામ ઓફિસર શહેરની કચેરી આઈસીડી એસ અર્બન પ્રોજેક્ટ મહિલા અને બાળવિકાસ વિભાગની કચેરીમાં પ્રથમ માળે જ આગ લાગતાં કચેરીના અગત્યના કાગળો બળીને ખાખ થઇ ગયા હતા. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ કચેરીમાં કયા કારણોસર આગ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આગ શોર્ટસર્કિટના કારણે લાગેલી હોય તેવું ફાયરના જવાનોએ જણાવ્યું છે. સદનસીબે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ કચેરી સ્થિત તમામ દસ્તાવેજો અને ફર્નિચર, કોમ્પ્યુટરો બળીને ખાખ થઇ ગયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટા મામલે સીટી પોલીસના ત્રણ સ્થળે દરોડા

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં ગેલાની કૂવા સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન અપાયું.

ProudOfGujarat

સમગ્ર રાજ્યમાં આગામી તા.24 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો શુભારંભ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!