Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકા ખાતે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Share

સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આ તમામ યોજનાઓને સેવા સેતુમા સમાવેશ કરવામાં આવી છે. આજરોજ લીંબડી નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર જે.આર ગોહિલના નેનૃત્વમા સેવા સેતુનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા સેતુમા આરોગ્ય, શિક્ષણ, મામલતદાર કચેરી, નગરપાલિકાને લગતી તમામ પ્રકારની સેવાઓ આજે આ સેવાસેતુ ખાતેથી પુરી પાડવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો તેમજ આ સેવા સેતુની જાહેરાત 2 દિવસ અગાઉ લીંબડી નગરપાલિકા દ્વારા ઓડીયો વાયર કરી કરવામાં આવેલ ત્યારે આજે લીંબડી નગરપાલિકા ખાતે અરજદારોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી હતી અને સેવા સેતુ સફળ બનાવવા લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર રમેશભાઈ સાન્યા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની 212 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામેથી SOG ની ટીમે ગૌવંશ તસ્કરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહાંડી કાર્યક્રમ, મટકી ફોડનાર ગ્રૂપને મળશે લાખોનું ઇનામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!