Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે સંદલ અને ૧૩ માં ઉર્સની ઉજવણી કરાઇ.

Share

ઘેરઘેર ગાયો પાળોનો સંદેશ આપનાર તેમજ કોમી એકતાના પ્રખર હિમાયતી મોટામિયા માંગરોલની ‌ગાદીવાળા હઝરત કાયામુદ્દિન બાવાની ઝઘડીયા સ્થિત દરગાહ શરીફના ૧૩ મા વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તા.૧૫ મી ને રવિવારના રોજ સાંજના ૪ વાગ્યે દરગાહ કમ્પાઉન્ડ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાછુ દરગાહ શરીફે પહોંચ્યું હતું. આ પ્રસંગે એકલબારા ખાતેના ગાદીપતિ હઝરત કદીરુદ્દિનબાવા તેમજ ઝઘડીયા ખાતેના ગાદીપતિ હઝરત રફીકુદ્દિનબાવાનું ઝઘડીયા સુલતાનપુરાના સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી સંજય ચૌહાણ તેમજ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે પરંપરાગત સંદલ શરીફ ચઢાવાયુ હતુ.

ઝઘડીયા ચિશ્તીયા કમિટીના પ્રમુખ અબ્દુલલતિફ શેખ સહિત કમિટિ સભ્યોએ ઉર્સ નિમિત્તે જહેમત ઉઠાવી પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. તા.૧૬ મી ના રોજ હઝરતના ઉર્સમાં ભાગ લેવા ઠેરઠેરથી હઝરતના મુરીદો (શિષ્યો ) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોટામિયા માંગરોલની ગાદીવાળા હઝરાતોની દરગાહો પર ભગત ભાઇઓ દ્વારા ભજનના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. ઝઘડીયા ખાતે કુમારશાળાથી સુલતાનશાપીર દરગાહ સુધીના માર્ગને ૨૦૧૯ માં હાજીપીર કાયામુદ્દિન મોટામિયા ચિશ્તી માર્ગ નામ આપવામાં આવ્યું હતુ. હાલ ગ્રામ પંચાયત પદાધિકારીઓ દ્વારા આ માર્ગ પર નામાંકન મુજબના નામના બોર્ડ મુકવામાં આવ્યા છે. હઝરત કાયામુદ્દિનબાવાની દરગાહના સંદલ તેમજ ઉર્સમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા – એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલટમાં મિત્રને મળવા આવેલા યુવકનું હાર્ટએટેકથી મોત

ProudOfGujarat

રાજપીપળા : જીતનગરની જિલ્લા જેલમાં દશામાં નું વ્રત કરતા કેદી ભાઈ-બહેનો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!