ઊંઝામાં માં ઉમિયાની પરંપરાગત નગરયાત્રા આજે વૈશાખી પૂનમ એ કાઢવામાં આવી હતી. જે કોરોનાના બે વર્ષ બાદ નીકળી રહી હોય તેના વધામણાં કરવા નગરવાસીઓમાં જબરજસ્ત અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા છે અને લાપસીના એંધાણ મુક્યા છે. મંદિર રંગબેરંગી રોશનીથી સજાવ્યું છે.
માં ઉમિયાને દિવ્ય રથમાં બિરાજમાન કરી નગરયાત્રાનો સવારે ઉમિયાધામ મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો. 3 કિલોમીટર લાંબી નગરયાત્રામાં 150 થી વધુ ઝાંખીઓ સાથે 1 લાખથી વધુ શ્રધ્ધાળુંઓ જોડાયા હતા. આ નગરયાત્રામાં 130 રથ હાથી, ઘોડા, બેન્ડ બાજા અને ડી. જે. ના સથવારે માં ઉમિયા માતાજીના રથની સમગ્ર ઊંઝા નગરમાં ભવ્યથી અતિભવ્ય નગરયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા એ.પી. એમ. સી., વિવિધ મહિલા મંડળો, વેપારી મંડળો, ટ્રસ્ટ દ્વારા વિવિધ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા માતાજીની મૂર્તિ મંદિરમાંથી બહાર નીકળી સમગ્ર ઊંઝા નગરની યાત્રા ભારે હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી. જેનો માતાજીના ભાવિક ભક્તોએ દર્શન કરી અનેરો લ્હાવો લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ નગરયાત્રા 5 કિલોમીટરની પરિક્રમા કરી બપોરે મંદિર પરત ફરશે.
ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.
Advertisement