Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદના કરજણ ડેમના ઊંડા પાણીમાં નાવડી ડૂબી જતાં યુવાનનું કરુણ મોત.

Share

નાંદોદ તાલુકાના માંડણ ગામના કિનારા તરફ કરજણ ડેમના ઉડા પાણીમાં નાવડી ડૂબી જતા નાવડીમાં બેસેલ યુવાન કરજણ નદીના ઊંડા પાણીમા ડૂબી જતા પાનોલીના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત અનુસાર મરનાર સુનિલભાઇ બાબુભાઇ વસાવા( રહે.પાનોલી અસરફનગર તા.અંકલેશ્વર જી.ભરૂચ) કરજણ નદીના ઉડા પણીમાં શાહદા ડોકડી ગામની સીમમાં આવેલ ટાપુ પરથી પરત માંડણ ગામના કિનારા તરફ જતા હતા તે વખતે કરજણ ડેમના ઉડા પાણીમાં અચાનક પાણીમાં પવનના મોજા આવતા પાણી ઉછળતા નાવડી પાણીમાં ડુબી જતા સુનિલભાઇ કરજણ ડેમના ઉડા પાણીમાં ડુબી જતા તેમનું મોત થયું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે જામશે ત્રી પાંખીયો જંગ

ProudOfGujarat

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!