દિનેશભાઇ અડવાણી

૩૯ વર્ષના દર્દીને પેશાબ કરતી વખતે ઘણી જ બળતરા થતી હતી અને અચાનક પેશાબ પણ બંધ થઈ જતો હતો.આ તકલીફ દર્દીને છેલ્લા ત્રણ વર્ષથી હતી.દર્દીએ સોનોગ્રાફી અને સિટી યુરોગ્રાફી કરાવ્યા બાદ જાણવા મળ્યું કે મૂત્રાશયને મુત્રનળી સાથે જોડતા ભાગમાં (યુરીનરી બ્લેડર નેક)૧૭*૧૧ MM ની પાણીની ગાંઠ થયેલી છે.જેના લીધે દર્દીને ઉપરોક્ત તકલીફો રહેતી હતી.

દર્દીએ આ તકલીફની સારવાર માટે સુરત અને કડોદરાની નામાંકિત હોસ્પિટલોનો પણ સંપર્ક કર્યો હતો.છેવટે દર્દીનું શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડૉ. યશ વૈદ્ય(યુરોલોજિસ્ટ) દ્વારા મૂત્રાશયની પાણીની ગાંઠ( સિસ્ટૉસ્કોપીક એક્સીઝન ઓફ સિસ્ટ) નું ઓપરેશન લેપ્રોસ્કોપી પદ્ધતિ(દૂરબીન) દ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ દર્દીને ડો. મુકેશ ચૌધરી(જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન) હેઠળ દાખલ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હવે અતિઆધુનિક લેપ્રોસ્કોપિક (દૂરબીનથી થતી) સર્જરીનો વિભાગ શરૂ થયેલ છે.જેના થકી આવી જટિલ સર્જરીઓ પણ સફળતાપૂર્વક કરવામાં આવે છે.

LEAVE A REPLY