Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCની કંપનીમાં ઝેરી ગેસની અસરથી કામદારનું મોત : નેશનલ બાયોસેફ કંપનીમાં ફરજ દરમિયાન તબિયત બગડતા યુવાન કર્મચારીનું સારવાર દરમ્યાન નિધન

Share

 

અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી નેશનલ બાયોસેફ કંપનીમાં ઝેરી ગેસની અસરથી એક કામદારનું મોત થતા ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 33 વર્ષીય યુવાન કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠા સોસાયટીમાં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી (ઉં.33) નેશનલ બાયોસેફ કંપનીમાં ફરજ બજાવતા હતા.

ગત તા. 2 જૂનના રોજ કંપનીમાં કામ કરતી વખતે તેમને અચાનક ઝેરી ગેસની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગેસની અસર થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા અને પ્રાથમિક સારવાર લીધી હતી. જોકે બીજા દિવસે તેમની તબિયત વધુ બગડતા અને ચક્કર આવવાની ફરિયાદ વધતા તેમને ખરોડ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવાન પુત્રના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાને લઈને સ્થાનિકો અને પરિવારજનો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

ProudOfGujarat

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સિદ્ધિ : ભરૂચ નજીક ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ

ProudOfGujarat

અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષ નગરી કાશી વિશ્વનાથ ની ઝાંખી ઉભી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!