Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સીટી જીમખાના સામે આવે આવેલ બેન્કમાં આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના સીટી જીમખાના સામે આવેલ કર્મવીર ટાવરમા આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ છે. આજ કોમ્પલેક્ષમા ઉપરના માળે આવેલ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતાં આસપાસના રહેણાંક મકાનોમાં પણ ભારે નાસભાગ મચી ગઇ હતી.

નડિયાદમાં સીટી જીમખાના મેદાન સામે આવેલ કર્મવીર ટાવરના કોમ્પલેક્ષમાં પહેલા માળે બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. આ બેંકમા શનિવારે સવારે આગ લાગી‌ હતી. બેંક બંધ હોવાથી બેંકના દરવાજા અને બારીમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોએ બેંકના સત્તાધીશો અને નડિયાદ ફાયર વિભાગને  જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ૩ વોટર બ્રાઉઝર લઈને પહોંચીને પાણીનો છંટકાવ કરી બે કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. મહત્વનુ છે કે  આ બેંકના ઉપરના માળે હોસ્પિટલ તેમજ રહેણાંક વિસ્તાર છે. આગ લાગતાની સાથે જ સમય સૂચકતા વાપરી હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓને સલામત જગ્યાએ ખસેડાયા હતા. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આગના કારણે બેંકમાં રહેલા  ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. બેંકના અધિકારીઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ ઉપર અને આસપાસ રહેણાંક મકાન હોવાથી થોડા સમય માટે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બેંકમાં લાગેલી આગ એટલી વિકરાળ બની હતી કે, બેંકની અંદરનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે બેંકમાં રહેલી રોકડ રકમને નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ના સેવાશ્રમ રોડ પર પડેલા ખાડામાં પાલિકાનું વાહન ફસાતા પાલિકા ની પ્રિમોંશુંન કામગીરી ના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા……

ProudOfGujarat

તા. ૨૦ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે ૧૧-૦૦ કલાકે ૧૩૮.૨૮ મીટરે નોંધાઇ

ProudOfGujarat

જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ ધરણાં કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!