Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા : ખેલ મહાકુંભમા રાજ્ય લેવલે કુસ્તી વિભાગમાં આર્યન વસાવા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

Share

ઉમરપાડા તાલુકાના હલધરી ગામના વતની આર્યન કુમાર વિનોદભાઈ વસાવા એ ગુજરાત રાજ્ય લેવલે ખેલ મહાકુંભમાં કુસ્તી વિભાગમાં વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પોતાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધારતા પરિવાર અને સમગ્ર તાલુકામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉમરપાડાના નાનકડા હલધરી ગામના આર્યન કુમાર વિનોદભાઈ વસાવા જેઓ ધોરણ 10 માં તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ખાતે અભ્યાસ કરે છે તેઓ ગુજરાત રાજ્ય લેવલે કુસ્તીમાં ગોલ્ડ મેડલ વિજેતા બનતા આર્યન કુમાર વસાવાને સર્વમ એકતા ગૃપ ઉમરપાડા તેમજ વેરાઇ ગૃપ વાડી અને તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તરફથી અભીનંદન આપવામાં આપવામાં આવી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલમાં સરકારના વેરા અને દંડ ભરપાઈમાં કરોડોની ગફલત : ડિરેકટરો વિરૂદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

ProudOfGujarat

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કાંસની સફાઈ કરાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!