Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

રાજપીપળાની કરજણ કોલોની સરકારી વસાહતમાંથી એલસીબીએ લાખોના જુગાર સાથે પાંચને દબોચી લીધા…

Share

રાજપીપળા કરજણ કોલોની સરકારી વસાહત ખાતે જુગાર રમતા પાંચ જેટલા નબીરાઓને એલસીબીની ટીમે લાખોની રોકડ સાથે ઝડપી લેતા અન્ય જગ્યાઓ પર ખાનગીમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

નર્મદા જિલ્લામાં દારૂ જુગાર પર પોલીસ કડક થઈ છે છતાં ખાનગીમાં જુગાર રમતા જુગારીયાઓ ગમે તે જગ્યા પર પોતાનો ધંધો કરતા પોલીસને બાતમી મળતા જ લાલ આંખ કરે છે.ત્યારે ગત રોજ વડિયા રોડ પર આવેલી કરજણ કોલોની કે જે સરકારી કોલોની છે ત્યાં વસાહતમાં ચાલતા જુગારધામ પર નર્મદા એલસીબી એ છાપો મારતા ત્યાં જુગાર રમતા જુગારીયા ખુલ્લી જગ્યામાં લાઇટની નીચે રમતા હતા જેમાં (૧) કૌશિક રવજીભાઈ તડવી રહે, કેવડિયા કોલોની (૨) ઇમ્તીયાઝ કાદરભાઇ કુરેશી,રહે,કસ્બાવાડ.રાજપીપળા (૩)નિતીનભાઇ રમણભાઇ પટેલ રહે,વાવડી તા.નાંદોદ(૪) મોહસીન કમાલ મહમદ રફીક ઘોરી રહે,કામસોલી તા.તિલકવાડા(૫) વિજય શનાભાઇ વસાવા હાલ રહે,બી-૧ રૂમ નં.૭, વડીયા સરકારી વસાહત મુળ રહે. છત્રવિલાસ ગોકુળનગર રાજપીપળાને પોલીસે રેડ દરમીયાન જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.બાદ તેમની અંગ જડતીના તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧,૭૩,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિંમત રૂપિયા ૯,૫૦૦/-તથા ઇકો ગાડી નંગ-૧ કિ.રૂ. ૧,૨૫,૦૦૦/-તથા ઇકો ગાડીની ડીકીમાંના રોક્ડ રૂ.૧૦,૦૦૦/- મળી સહિતના મુદ્દામાલ સાથે કુલ રૂ.૩,૦૭,૭૦૫/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.આ કેસની તપાસ પો.સ.ઇ.રાજપીપળા ડી.એ.ક્રિશ્ચિયન કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંદીની નિષ્ફળતા અંગે જલદ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મેધ મહેર થવાની સંભાવના.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં લોન ટેનિસ સિંગલમાં શહેરના ખેલાડી ચેમ્પિઅન બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!