Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે મહા આરતી યોજાઈ…

Share

અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે મહા આરતી યોજાઈ…

અંકલેશ્વર ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારના રોજ પરશુરામ જયંતી નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજક આરતીમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી બીપીનભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી પ્રદીપ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દિપક ઉપાધ્યાય, અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોષી ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાની, પૂર્વ પ્રમુખ રેણુકાબેન રાવલ, બ્રહ્મ સમાજના અગ્રણી હરેન્દ્ર અગ્નિહોત્રી તથા કૌશલભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ચંદુભાઈ છે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં 1,75000 જેટલા બ્રહ્મ સમાજના લોકો વસે છે એ સંગઠિત થાય તો સમાજ માટે ઘણું બધું કાર્ય થઈ શકે છે અને સમાજ સંગઠિત થાય એ જ મહત્વનું છે બ્રહ્મ સમાજ એકત્રિત થઈને દેશ માટે સમાજ માટે ઘણું બધું કાર્ય કરી શકે છે એટલે તમામે પોતાનો યોગદાન સમાજને આપવાની જરૂર છે. કાર્યક્રમમાં આભાર વિધિ હરેન્દ્ર અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિપ્રબંધુઓએ ઉપસ્થિત રહીને મહા આરતીમાં ભાગ લીધો હતો અને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી સાથે જ ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જનકભાઈ પટેલની સર્વાનુમતિથી વરણી કરવામાં આવી હતી જેને સૌએ વધાવી લીધી હતી.


Share

Related posts

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયને 1962 દ્વારા જીવનદાન મળ્યું.

ProudOfGujarat

ગેરકાયદેસર નોટરી કરનાર ઇસમને ઝડપી પાડતી ભરુચ એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!