Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ગામે ટ્રકની ટક્કરે વિજપોલ તુટતા નગરમાં વિજ પ્રવાહ ખોરવાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગત તા.૨૫ મીના રોજ સવારના સમયે જી.એમ.ડી.સી.તરફ જતા માર્ગ પરથી પસાર થતી એક ટ્રકની અડફેટમાં ઉપરથી પસાર થતા વીજ તાર આવી જતા તાર ખેંચાઇ જતા વિજપોલ તુટી ગયા હતા. સવારે બનેલ આ બનાવને લઇને રાજપારડી નગરમાં સવારથી સાંજ સુધી આખો દિવસ વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. આ ઘટનાથી રાજપારડી વીજ કંપનીને નુકશાન થયુ હતુ. ઘટના સંદર્ભે રાજપારડી વીજ કચેરી દ્રારા રાજપારડી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. વીજ કચેરી દ્વારા પોલીસને આપેલ અરજીમાં જણાવાયુ હતુ કે જી.એમ.ડી.સી.રોડ પર એક ટ્રકના ચાલકે અડફેટમાં લઇને હળવા દબાણવાળી વીજલાઇન તેમજ વીજપોલને તોડીને નુકશાન પહોચાડ્યું હતું. આ અકસ્માત બાદ વીજ ગ્રાહકોને આખો દિવસ વીજ પ્રવાહ વગર રહેવાનો વારો આવ્યો હતો. સવારે બનેલી આ ઘટના બાદ રાજપારડી વીજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા, અને તાત્કાલિક સમારકામ હાથ ધર્યુ હતુ. પરંતુ વીજપોલ તુટ્યા હતા તે ઘટના સ્થળ ખુબ જ આંતરિક વિસ્તારમાં આવતુ હોઇ, વીજ કર્મચારીઓને વીજ પ્રવાહ ફરીથી કાર્યરત કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માતની આ ઘટનામાં વીજ કંપનીને નુકશાન થતા રાજપારડી પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

કંગના રનૌત ની ‘ધાકડ’ બની સૌથી મોંઘી મહિલા કેન્દ્રિત ફિલ્મ

ProudOfGujarat

અંકલેશ્વર : ગામડાંઓ સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા માટે એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઑન વ્હિલ્સ’ વાનનું અનાવરણ કર્યું.

ProudOfGujarat

નેત્રંગમાં પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!