Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન’ હેઠળ SOGની કાર્યવાહી, રૂ.96,100નો 1.922 કિલો ગાંજો જપ્ત  : કંથારિયા રોડ પરથી એક આરોપીની ધરપકડ, ઓડિશાનો સપ્લાયર વોન્ટેડ જાહેર

Share

ભરૂચમાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન’ હેઠળ SOGની કાર્યવાહી, રૂ.96,100નો 1.922 કિલો ગાંજો જપ્ત  : કંથારિયા રોડ પરથી એક આરોપીની ધરપકડ, ઓડિશાનો સપ્લાયર વોન્ટેડ જાહેર

ભરૂચ:

Advertisement

ભરૂચ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ભરૂચ શહેર “બી” ડિવિઝન વિસ્તારમાંથી રૂ.96,100ની કિંમતનો 1.922 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ગાંજો સપ્લાય કરનાર ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત SOGના PI એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથારિયા રોડ પર આવેલા ખુબેબ પાર્ક-1 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન મકાનમાંથી 1.922 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ.96,100 થાય છે, મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મોહમદસલીમ અબ્દુલહમીદ શેખ (રહે. ખુબેબ પાર્ક-1, કંથારિયા રોડ, ભરૂચ)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ગાંજો વેચાણ માટે રાખ્યો હોવાનું સામે આવતા આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ મથકે NDPS Act-1985ની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં રાકેશ સલાવત નામના ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી PI એ.વી. પાણમિયા, PSI બી.એસ. શેલાણા તથા SOGની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.


Share

Related posts

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચ GEB અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

ProudOfGujarat

પુરવઠા નિગમના ગોડાઉન, એપીએમસી ખાતેનિયત કરેલા સેન્ટરો પર ખરીદી થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!