Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા : રાજપારડીના યુવકે વીજ લાઇન પર લંગરીયું નાંખી કરી આત્મહત્યા.

Share

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ભદાલી ખાતે રહેતા એક ૨૭ વર્ષીય યુવકે આજે એક ખેતરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઇન ઉપર લોખંડના તારનું લંગરીયું નાંખીને વીજ કરંટથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બનવા પામી છે.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ભદાલીના ચંદાબેન દિલિપભાઇ વસાવા નામની મહિલાનો ૨૭ વર્ષીય પુત્ર જયદેવભાઇ વસાવા આજરોજ સવારે સીમમાં ઘાસચારો લેવા ગયો હતો. ત્યારબાદ અગિયાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા ગોવાળીયા તેમના ઘરે આવ્યા હતા, અને જણાવ્યું હતુંકે ભદાલી ગામની સીમમાં એક ખેતરમાં તમારો છોકરો જયદેવ સુતો છે. આ સાંભળીને ચંદાબેન તેમજ તેમનો બીજો પુત્ર ચંપકભાઇ ખેતરે તપાસ કરવા ગયા હતા. ભદાલી ગામની સીમમાં એક પડતર ખેતરમાં જયદેવ પડેલો જણાયો હતો. તેના ડાબા હાથનો પંજો અલગ થઇ ગયેલ હતો. તેમજ ડાબા હાથે અને શરીરના ભાગે દાઝી ગયેલ હતો. તેની નજીકમાં લોખંડના તારનું લંગરીયું ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન પર નાંખેલ દેખાયુ હતું. જેને લઇને જયદેવભાઇએ કોઇ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક લાઇન પર લંગરીયું નાંખીને વીજ કરંટ દ્વારા આત્મહત્યા કરી હોવાની શંકા સાથે મૃતકની માતા ચંદાબેન વસાવાએ રાજપારડી પોલીસમાં ઘટના અંગે જાણ કરી હતી. રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા : ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

ભરૂચમાં “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત ભવ્ય રેલી : ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને કેન્દ્રીય ગૌ મંત્રાલય રચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!