કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ તા.ર૯ મે, ૨૦૨૨ રવિવારના રોજ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે તેની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ નડિયાદ હેલીપેડ મેદાનની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદ કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હેલીપેડ તેમજ સર્કિટ હાઉસની મુલાકાત વખતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિભાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ, ડી.જી. આશીષ ભાટીયા, આઈ.જી કે. ચંન્દ્રશેખરજી, જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, એસ.પી. રાજેશ ગઢીયા, અગ્રણી વિપુલ પટેલ, એ.પી.એમ.સી ના ચેરમેનશ્રી અપુર્વ પટેલ, અજય બ્રહ્મભટ્ટ, તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ