Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર.

Share

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. 28 મે, 2022 ને શનિવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળી)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. તેમજ દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા;દ્વારા કરવામાં આવી હતી. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પંચાયત પરીષદના મધ્ય ઝોનના પ્રભારી તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની વરણી.

ProudOfGujarat

દહેગામ ગામે પાતાળકુવા ફળિાયમાં ગૌહત્યા કરતો પુત્ર ઝડપાયો, પિતા સહિત ત્રણ ફરાર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા જેશપોર ખાતે વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!