Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદની 21 ટ્રેનોમાં જનરલ ડબ્બાની ટિકિટ પણ મળશે.

Share

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાનું જોડાણ થતા આગામી મહિનાની 1 તારીખથી મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. અમદાવાદ વિભાગમાંથી અંદાજે 21 ટ્રેનો પસાર થઇ રહી છે જેમાં જનરલ ટિકિટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકતી હતી અને કોરોના સમયે જનરલ કોચ બંધ કરી દેવામાં આવ્યા હતા જોકે હવે જનરલ કોચ શરુ કરતા ફરીથી લોકોને સામાન્ય આરક્ષણ વગરની ટિકિટ મળી રહેશે. જનરલ ટિકિટ મળવાની શરૂ થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ટ્રેનની મુસાફરી સસ્તી બની રહેશે. અંતિમ ઘડીએ મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે રાહતના સમાચાર છે.

Advertisement

મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે. બાંદ્રા અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ, બાંદ્રા ગાંધીનગર બાંદ્રા સુપરફાસ્ટ, દાદર ભુજ દાદર સુપરફાસ્ટ, વલસાડ અમદાવાદ વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર ઇન્દોર ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. અત્યાર સુધી આખી ટ્રેનમાં રિઝર્વેશન પર જ મુસાફરી કરી શકતી હતી પરંતુ હવે જનરલ ટિકિટમાં પણ મુસાફરી કરી શકાશે.


Share

Related posts

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદ-ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!