Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ-ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

Share

 

નડિયાદ જિલ્લા જેલમાંથી ગાંધીજીની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરણપોષણ માટે સજા કાપી રહેલા 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયેલા કેદીઓને લેવા જેલમાં આવી પહોંચેલા સ્વજનો ગદ્દગદ્દ થઇ ગયા હતા.

Advertisement

નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતેથી ભરણપોષણની સજા કાપી રહેલ 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જી ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ 2019 માં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર 2019 માં અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવશે. શુક્રવારે બિલોદરા જેલમાંથી મુક્ત થયેલા કેદીઓને લેવા આવેલા સ્વજનો આ ખાસ ક્ષણે ગળગળા થઇ ગયા હતા. મોઢું મીઠુ કરાવીને સ્વજનની મુક્તિની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધી જયંતિ નિમિત્તે સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો

ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે અન્ય એક કેદી કે જેને છોડવાનો હતો, તેની સજા પૂર્ણ થઇ હોઇ તેને ગુરૂવારે છોડી મૂકવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ માસમાં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર માસમાં કેદીઓને મુક્ત કરવામાં આવશે…સૌજન્ય D.B


Share

Related posts

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!