Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બટુકનાથ અખાડા પાસે પત્તા-પાનાનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, રોકડ અને મોબાઇલ સહિત રૂ.27,950 નો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે બહારની ઉંડાઈ વિસ્તારમાં આવેલા બટુકનાથ અખાડા સામે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડતા 6 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.27,950 નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અ.હે.કો. વિજયસિંહ મજુભા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે બહારની ઉંડાઈ ખાતે બટુકનાથ અખાડા સામે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસાથી પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે બે પંચ સાક્ષીઓને સાથે રાખી ખાનગી વાહનોમાં સ્થળ પર રેઇડ કરતા છ ઈસમો ગોળ કુંડાળામાં બેસી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને પકડી તેમની અંગ ઝડતી કરતા રોકડ રકમ તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે લાલુ ઇમરાન શેખ, આફરીદી ઇરફાન શેખ, અકરમ સલીમ શેખ, સહેબાજ હુસૈન પઠાણ, સુઝાન સક્રિક શેખ અને વાજીદ અબ્દુલ સમદ શેખનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.12,950 ની રોકડ રકમ, ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.15,000 તથા પત્તા-પાના અને પાથરણું મળી કુલ રૂ.27,950 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

ProudOfGujarat

અમરેલીમાં ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઈ રહેલા ચાર સિંહોને ટક્કર મારી, એક સિંહનું મોત

ProudOfGujarat

વડોદરા:લૂંટ અને દુષ્કર્મ ની ઘટના સામે આવતા સનસની-સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો..??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!