Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાના સરદારપુરા સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો આતંક : ફેન્સિંગ કાપી રૂ.1.88 લાખના 3200 મીટર ડી.સી. કેબલની ચોરી, CCTVમાં શંકાસ્પદ ઈસમ કેદ

Share

ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગામે આવેલ Solex Green Energy Pvt. Ltd. ના સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ ત્રાટકી આશરે રૂ.1.88 લાખની કિંમતના ડી.સી. કેબલની ચોરી કરતા સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકાયો છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદ મુજબ, હિરાપોર નવી વસાહત ખાતે રહેતા સુરેશભાઈ કોયાભાઈ રવીયાભાઈ વસાવા SJ Man Power Security Service Pvt. Ltd. માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત તા.04/06/2026 ના રોજ રાત્રે સોલાર પ્લાન્ટ ખાતે તેમની નાઈટ ડ્યુટી પૂર્ણ થયા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. દરમિયાન સવારે આશરે સાડા નવ વાગ્યે એજન્સીના માલિક જીતેન્દ્રભાઈ ચૌધરીનો ફોન આવતા તેઓ તાત્કાલિક પ્લાન્ટ પર પહોંચ્યા હતા.

Advertisement

પ્લાન્ટના ઇન્ચાર્જ કશ્યપભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્લાન્ટના પાછળના ભાગેથી અજાણ્યા તસ્કરો ફેન્સિંગના તાર કાપી અંદર પ્રવેશ્યા હતા અને ડી.સી. કેબલ કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્થળ તપાસ દરમિયાન ફેન્સિંગ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળ્યું હતું.

પ્રાથમિક અંદાજ મુજબ, આશરે 3200 મીટર ડી.સી. કેબલની ચોરી કરવામાં આવી હતી, જેની કિંમત રૂ.1,88,000 જેટલી હોવાનું સામે આવ્યું છે. બાદમાં CCTV ફૂટેજ ચેક કરતા પ્લાન્ટના પાછળના ભાગે એક શંકાસ્પદ ઈસમ દેખાયો હતો, જોકે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે ઝઘડિયા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

રાજપીપળામાં 5 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ : નર્મદા જિલ્લા આરોગ્ય એલર્ટ.

ProudOfGujarat

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

ProudOfGujarat

રાજકોટમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે સ્મૃતિસ્થળનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!