Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંંગના ઝરણા ફોરેસ્ટ કંપનીના બુટલેગરના ઘરમાંથી 2.60 લાખનો દારૂ ઝડપાયો

Share

વાગલખોડનો મુખ્ય બુટલેગર પ્રદિપ વસાવા વોન્ટેડ
ભરૂચ.
નેત્રંગ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે વેળાં ઝરણા ફોરેસ્ટ કંપની ગામના મંદીર પાસે તેઓ પહોંચાતાં. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગામના હરેશ મંગા વસાવાએ તેના ઘરમાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો છે. જેથી ટીમે તેના ઘરે દરોડો પાડતાં હરેશ મંગા વસાવા ઘરમાં જ મળી આવ્યો ોહતો. ટીમે તેના ઘરમાં તપાસ કરતાં તેના ઘરની આગળની ખુલ્લી ઓરડીના માળિયા પર ઘાસચારાની આડમાં  અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. ટીમે તે તમામ જથ્થો નીચે ઉતારી તપાસ કરતાં તેણે અલગ અલગ બ્રાન્ડની કુલ 2.60 લાખથી વધુની મત્તાની 864 નંગ નાની બોટલો મળી આવી હતી. ટીમે તેના ઘરેથી વિદેવારૂનો જથ્થો તેમજ તેનો મોબાઇલ મળી કુલ 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, વાલિયાના વાગલખોડ ખાતે રહેતાં પ્રદિપ રતિલાલ વસાવાએ બે દિવસ પહેલાં રાત્રીના સમયે કારમાં વિદેશીદારૂ ભરીને લાવ્યો હતો. અને પ્રદિપે તેના ઘરના માળિયા પર ઘાસચારાની આડમાં તે સંતાડ્યો હતો. જેના પગલે પોલીસે પ્રદિપ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ચોટીલા શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના જીતાલી ગામ પાસે ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!