Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરણ પોષણના કેસમાં 5 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Share

ભરૂચ.
વાલીયા તાલુકાના વડફળિયાનો રવિન્દ્ર રવિલાલ વસાવા સામે ઝઘડિયા ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. દરમિયાનમાં કોર્ટે તેને સજા ફટકારી હતી. જોકે, છેલ્લા પાંચ મહિનાથી તે ક્યાંક ભાગી ગયો હતો. પોલીસ તેને શોધવામાં જોતરાઇ હતી. જોકે, તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં વાલિયા પોાલીસને જાણ થઇ હતી કે, તે વાલિયાના મોખડી ગામે મીઠીબીલી ફળિયામાં તેના ઘરે આવ્યો છે. જેના પગલે વાલિયા પોલીસે સ્થળ પર પહોંચી તેના ઘરને ચારેય તરફથી કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો. તેમજ તેને ભરૂચની જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

Share

Related posts

વડોદરા : કરજણના ચોરંદા ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચની મહિલા પીએસઆઇ સામે મહિલાના ઘરમાં ઘુસી પેટમાં લાતો માર્યાનો આક્ષેપ : મહિલાની અરજીનો નિકાલ કરી ફરિયાદ નહીં નોંધતાં કોર્ટમાં ઘા કર્યાં : સાગબારા કોર્ટે 48 કલાકમાં એફઆઇઆર નોંધી કાર્યવાહી કરવા હુકમ : આ પ્રકારની કોઇ ઘટના બની જ ન હોવાની મહિલા પીએસઆઇની કેફિયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!