Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટીનું ગેરકાયદે વહન કરતા 8 વાહનો સીઝ : ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ જીલ્લા વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયા તાલુકમાં રાજપારડી સહિત  ઝગડિયા ખાતે ખાણખનિજ વિભાગનું ચેકિંગ
ભરૂચ
ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-1565 (૨) GJ-16-AW-0365  (૩) GJ-16-AV-7221(૪) GJ-05-BU-8190 (5) GJ-03-AX-8067(6) GJ-05-BU-7353 (7) GJ-16-AW-9711 (8) GJ-16-AV-8947ને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.

Share

Related posts

વડોદરામાં રસ્તે રખડતી ગાયે યુવાન સહિત એક બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા.

ProudOfGujarat

તિલકવાડા કાટકોઈ ગામે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલ નીચે દબાઈ જતા કામદારનું મોત,ત્રણનો આબાદ બચાવ. 

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા કરી મહાકાળીમાં ના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!