અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટિ દ્વારા તાજેતરમાં યોજાયેલી રાજય કક્ષાની સાયન્સ એકસેલન્સ કોન્ફરન્સ-2018માં ચારૂસેટ યુનિવર્સિટિની ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસની ચાર વિદ્યાર્થિનીઓએ બે એવાર્ડ મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આ કોન્ફરન્સમાં ગુજરાતની વિવિધ કોલેજોના 1500થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

દર વર્ષે યોજાતી આ કોન્ફરન્સ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, અને રિસર્ચ એમ ત્રણ લેવલે થાય છે જે દરેક સંશોધકોને તેઓની સંશોધનની સમજ, શોધ અને આ યુગમાં વિજ્ઞાન પ્રત્યેની દ્રષ્ટિ રજૂ કરવાનું પ્લૅટફૉર્મ પૂરૂ પાડે છે. આ કોન્ફરન્સમાં ચારુસેટ યુનિવર્સિટિના ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસની ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ ટેક્નોલોજીની પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્ર્મની ચાર વિદ્યાર્થિનીઓએ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધરા જાજલ, આસિસ્ટન્ટ પ્રોફેસર દેબાયન વૈદ્ય અને કોલેજના પ્રિન્સિપાલ ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળ પી. જી. કેટેગરીમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો અને પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ડિપાર્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટિનું ગૌરવ વધાર્યું છે.

ઋષિતા કુંભાણી અને હિરલ સાવલિયાએ હ્યૂમન જીનેટીક્સ કેટેગરીમાં ‘સર્ક્યુલેટિંગ ટયૂમર ડીએનએ: એ પોટેન્શ્યલ બાયોમાર્કર ઇન લિક્વિડ બાઓપ્સી ફોર કેન્સર’ શીર્ષક અંતર્ગત રજૂ કરેલા પોસ્ટરને પ્રથમ સ્થાન મળ્યું હતું.બ્લડમાં ડીએનએને કેન્સર માટે લિક્વિડ બાઓપ્સી તરીકે કઈ રીતે વાપરી શકાય તેના પર આ પોસ્ટર રજૂ કર્યું હતું.જ્યારે દિપ્તી ઢોલુ અને પ્રાપ્તિ પટેલે માઇક્રો બાયોલોજી કેટેગરીમાં ‘મોડ ઓફ એન્ટીબાયોટીક રેસિસ્ટ્ન્સ’ શીર્ષક અંતર્ગત રજૂ કરેલા પોસ્ટરને દ્વિતીય સ્થાન મળ્યું હતું. આ પોસ્ટરમાં વિદ્યાર્થિનીઓએ હાલમાં વધુ પડતાં દવાના ઉપયોગથી બેક્ટેરિયામાં પ્રતિકારક શક્તિ કઈ રીતે ઉત્પન્ન થાય તેના વિષે વિગતવાર માહિતી આપી હતી…સૌજન્ય

LEAVE A REPLY