Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયને 1962 દ્વારા જીવનદાન મળ્યું.

Share

ભરૂચ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયને ડોક્ટર નીરવ એ તાત્કાલિક સારવાર આપી ગાય માતાનો બચાવ કર્યો હતો.

ભરૂચ અંકલેશ્વર હાઈવે પર આજે સવારે એક ગાય માતાનું શિંગડું ભાગી ગયું હોય તેમને અત્યંત પીડા થતી હોય એ પરિસ્થિતિમાં આ વિસ્તારના જયેન્દ્રસિંહ વાસોદિયા નામના વ્યક્તિ દ્વારા ગાયને તાત્કાલિક સારવાર માટે ભરૂચ શહેરમાં હેલ્પલાઇન નંબર 1962 નો તાત્કાલિક સંપર્ક કરતા પાયલોટ હિંમતભાઈ અને પશુ ડોક્ટર નીરવ તાત્કાલિક ધોરણે અંકલેશ્વર હાઈવે પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગાય માતાની તપાસ કરતાં જાણવા મળ્યું કે અકસ્માતને કારણે તેમનું શિંગડું ભાંગી ગયું છે તેમજ પાંસળીઓ પેટમાં ઘૂસી ગઈ છે. આ ગાયને બચાવવા માટે ડૉક્ટરે અથાગ પ્રયત્નો કર્યા, ત્રણ કલાકની ભારે જહેમત બાદ પેટ પર પડી ગયેલા ઘાને ડોક્ટરે સાફ કર્યો અને બહાર આવી ગયેલા ભાગને અંદર મૂકી ટાંકા માર્યા હતા તેમજ શિંગડાની સાફ સફાઈ કરી યોગ્ય સારવાર આપી હતી. આજે ભરૂચના પશુ ડોક્ટર એ ગાય માતાનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરતા લોકોએ પણ તેમની ફરજની પ્રશંસા કરી હતી.

Advertisement

Share

Related posts

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

વડોદરાના નવાપુરામાં ખેતરમાં ઢેલનું મૃત્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!