Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : માતા ન હોય, લગ્નની વાત આવતા પિતા અને ભાઈઓની ચિંતામાં યુવતીનો આપઘાત.

Share

કોઠારિયા રોડ પર બ્રહ્માણી હોલ પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતી યુવતી (ઉ.વ.22)એ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

માતા ન હોય, લગ્નની વાત આવતા ચિંતા થતી’તી પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, યુવતી બે ભાઇની એકની એક બહેન હતી, તેની માતા હૈયાત નથી, ભાઇઓ અને પિતાની સંભાળ યુવતી રાખતી હતી, યુવાન પુત્રીને સાસરે વળાવવા પિતા દિનેશભાઇએ કેટલાક દિવસોથી સગપણની વાત ચાલુ કરી હતી, પોતે સાસરે જતી રહેશે તો પિતા અને ભાઇઓની સંભાળ કોણ લેશે તેવી ચિંતાને કારણે યુવતી એ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવથી કુમારખાણીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Advertisement

Share

Related posts

રાજકોટ : રખડતાં ઢોર પકડનાર અને માલધારી આવ્યા આમને સામને, માથાકૂટનાં અંતે બે ઢોર પકડી પાડયા

ProudOfGujarat

ઉમરપાડાનાં ખોટા રામપુરા ગામે એક્શન યુવા ગ્રુપનાં સહયોગથી 35 લોકોએ કોરોના વિરોધી વેક્સિનેશન કરાવ્યું.

ProudOfGujarat

ભરૂચ એસ ટી વિભાગ ની ગંભીર બેદરકારી સામે આવી નિયમ કરતા વધુ મુસાફરોને મુસાફરી કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ વ્યાપી ગયો છે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!