Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વાઘોડિયાની શંકર પેકેજીંગ લિમીટેડ કંપની દ્વારા કર્મચારીઓને પગાર નહીં ચૂકવાતા લેબર કમિશનની કચેરીએ કરાઇ રજુઆત.

Share

વાઘોડિયા જીઆઇડીસીમાં શંકર પેકેજીંગ કંપની આવેલી છે જે કંપનીમાં એક અંદાજ મુજબ પંદરસો કર્મચારીઓ કામ કરે છે કોરોનાની મહામારી વચ્ચે પણ કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ સાથે પગારના મુદ્દે કંપની દ્વારા અન્યાય થતા કર્મચારીઓ આંદોલનના માર્ગે વળી હડતાળ પર ઉત્તરીયા છે. તેમજ લેબર કમિશનરને રજુઆત કરી હતી તેમ છતાં પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે.

હડતાળ અને વારંવારની રજુઆત બાદ પણ માંગણી નહીં સંતોષતા મંગળવારે યુનિયન લીડરોની આગેવાનીમાં કર્મચારીઓએ લેબર કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કરી પોતાના સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો. નીકળતા પગારના મામલે થઈ રહેલા અન્યાયના મુદ્દે ઉગ્ર આંદોલનના મૂળમાં આવી ગયેલા કર્મચારીઓનો મૂળ સમજી ગયેલ લેબર કમિશનરે વહેલી તકે પગારના મુદ્દે નિરાકારણની બાંયધરી આપી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને બનાવાયા દિલ્હીના પોલીસ કમિશનર

ProudOfGujarat

94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો

ProudOfGujarat

મહારાષ્ટ્રની કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતાં 3 મજૂરોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!