Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કારનો દરવાજો ખુલ્લો રાખી સ્ટંટ કરતા ચાલકની કરાઈ ધરપકડ.

Share

અમદાવાદમાં મકરબા નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી કારની પાછળની સાઈડનો દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયોમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારની પાછળનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો હતો. આ વીડિયો વાયરલ થતા કાર નંબરના આધારે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તેની ધરપકડ કરી છે. આ કાર ટૂરિઝમ વિભાગમાં ફરતી હોવાથી ચાલકે કાર પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ડ્રાઈવરની ડાબી બાજુની સીટની પાછલ બેઠેલા એક શખ્સે કારનો દરવાજો ખુલ્લો રાખીને સ્ટન્ટ કરતો હતો. આ દરમ્યાન તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ દરવાજો બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ દરવાજો બંધ થઈ શક્યો નહી. તેથી ચાલુ કારે દરવાજો બંધ કરવા માટે એક યુવક ઉતરીને દરવાજાને ધક્કો મારીને બંધ કરવા જતા બંન્ને વ્યક્તિ ઝઘડ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

Advertisement

ત્યારે આ અંગે ટ્રાફિક JCP એ જણાવ્યું કે, વાયરલ થયેલ વીડિયોના આધારે ગુનો નોંધીને કારચાલક સામે પગલા લીધા છે. આ કાર ગુજરાત ટૂરીઝમમાં ફરે છે. એટલે કે આ કારના ચાલકે ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું. પરંતુ આવું લખાણ લખી શકાય નહીં એટલા માટે પણ તેની સામે કાર્યવાહી કરાશે.


Share

Related posts

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

પંચમહાલ : હિન્દુ યુવા વાહીની દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિનું પૂતળા દહન, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી 20 શહીદોને શ્રધ્ધાજંલી આપી.

ProudOfGujarat

નેત્રંગના કાકડકુઈમાં 51 યુગલનો સમૂહલગ્નોત્સવ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!