Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા અપાઇ રહેલી તાલીમ.

Share

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે. જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જૂનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા નિર્ણય લીધેલ છે, જે અંતર્ગત તાલીમ લેવા ઇચ્છુક જાહેર જનતા માટે તા.૨૦/૦૬/૨૦૨૨ સુધી સવારે ૬.૩૦ થી ૮.૦૦ કલાક દરમિયાન નિર્દિષ્ટ સ્થળો પર તાલુકા વાઈઝ યોગ તાલીમનું આયોજન કરાયું છે.

તદ્અનુસાર, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની અંબુભાઈ પુરાણી વ્યાયામ મંડળ ખાતે યોગ પ્રશિક્ષક ગૌરીશંકર દવે (મો.૯૭૨૭૯૯૫૪૩૧) અને ધવલભાઈ પટેલ (મો.૮૪૨૮૪૪૪૮૬૫), તિલકવાડા તાલુકા માટે કે.એમ.શાહ હાઈસ્કુલ તિલકવાડા ખાતે યોગ પ્રશિક્ષક કૌશિકભાઈ બારીયા (મો.૯૨૬૫૯૭૧૭૨૦) અને સુરેશભાઈ વસાવા (મો.૯૬૩૮૬૧૪૯૫૬), ગરૂડેશ્વર તાલુકા માટે શ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ, ગોરા ખાતે યોગ પ્રશિક્ષક ભૂપેન્દ્રભાઈ બી. તડવી (મો.૯૯૨૫૧૯૦૮૩૧) અને દેવાંગભાઈ જે રાઠોડ (મો.૯૫૮૬૯૬૪૩૨૭), દેડિયાપાડા તાલુકા માટે એ.એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા ખાતે યોગ પ્રશિક્ષક જીવરામભાઈ એસ. વસાવા (મો.૯૨૬૫૯૦૦૨૨૩) અને પરેશભાઈ વસાવા (મો.૯૯૨૫૧૮૨૦૮૭), સાગબારા તાલુકા માટે જે.કે. હાઈસ્કુલ, સાગબારા ખાતે યોગ પ્રશિક્ષક મનુભાઈ આર. વસાવા (મો.૯૫૩૭૨૯૪૮૯૬) અને કિશનભાઈ પી. વલવી (મો.૮૨૩૮૪૯૪૨૧૦) ના સહયોગથી ઉક્ત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંદર્ભે યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ લેવા ઇચ્છુક જિલ્લાવાસીઓ ઉપરોક્ત સ્થળોએ જઈ યોગ તાલીમ લઈ શકશે.

તદ્ઉપરાંત, રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે કલરવ સ્કુલ અને રણછોડરાયજી મંદિર ખાતે યોગ પ્રશિક્ષકશ્રી યોગેશભાઈ પંચોલી (૯૪૨૭૧૫૭૦૪૫) સવારે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન તેમજ રાજપીપલાના ગાયત્રી મંદિર, નવધા મહિલા મંડળ ખાતે યોગ પ્રશિક્ષક ચંદુભાઈ મારવાડી (૯૮૯૮૧૯૪૮૭૪) સાંજે ૫.૩૦ થી ૬.૩૦ કલાક દરમિયાન, દેડીયાપાડાના ઇનરેકા સંસ્થા ટીંબાપાડા ખાતે યોગ પ્રશિક્ષક રમીલાબેન વસાવા (૯૪૨૮૧૭૫૦૨૩) દ્વારા સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાક દરમિયાન સાગબારા ખાતે રાણીપુરા ગ્રામ પંચાયત ખાતે યોગ પ્રશિક્ષક દયારામભાઈ પાડવી (૬૩૫૩૩૬૦૦૬૯) સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની તાલીમ અપાશે. તેમજ ઘરે યોગની તાલીમ લેવા માંગની જાહેર જનતાએ https://www.youtube.com/watch?v=h1OxpsDKpHM આ યુ ટ્યુબ લિંક પરથી યોગની તાલીમ લઈ શકશે. તેમ, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, રાજપીપલા-નર્મદા તરફથી જણાવાયું છે.

Advertisement

Share

Related posts

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં FLN માટે સ્ટેશનરી વસ્તુઓ આપી

ProudOfGujarat

સુરત : આજે આપણે એક એવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે.

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતના પગલે સિંચાઈ ઉકાઈ જમણા કાંઠા નહેરના કામો માટે રૂ।.૪૪.૨૩ કરોડ મંજૂર કરતી રાજય સરકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!