Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાની મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા સ્કુલ બેગ વિતરણ કરાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ઝઘડિયા જીઆઇડીસી સ્થિત સીગાચી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના ઘરે સ્કુલ બેગ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મલ્ટીપલ ડેવલપમેન્ટ સંસ્થાના પ્રમુખ મિતેશભાઇ પઢિયાર તેમજ ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના હસ્તે આજે ૮૦ જેટલા બાળકોને સ્કુલ બેગ વિતરણ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા હાલમાં કુલ ૩૦૦ ઉપરાંત સ્કુલબેગો જરુરતમંદ વિધ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને તેમને મળતી સુવિધાઓનો યોગ્ય લાભ લઇને અભ્યાસમાં પુરુ ધ્યાન આપીને ખંતપૂર્વક આગળ વધવું જોઇએ એવો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતના પરવટ પાટિયા નજીક ફુગ્ગાનો ગેસ સિલિન્ડર ફાટતા 1 નું મોત, 2 ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર- સુરવાડી ગામ ખાતે 17 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ડાંગર પાક પલાળ્યો, ખેડૂતોની હાલત કફોડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!