Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયતના કર્મચારી નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો.

Share

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા કાળુભાઈ જેઓ ચોકી ગામના છે અને છેલ્લા ઘણા સમયથી લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વય મર્યાદાથી નિવૃત્ત થતાં લીંબડી તાલુકા પંચાયત મીટીંગ હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી આર.જી.વણકરના નેતૃત્વમા વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં હરદેવસિંહ ઝાલા, અરવિંદભાઈ પારઘી, તલાટી મંડળના પ્રમુખ કિશોરસિહ રાણા સહિતના લીંબડી તાલુકાના તમામ તલાટી કમમંત્રી, લીંબડી તાલુકા પંચાયત તમામ સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ વિદાય લેનાર કાળૂભાઈને સોનાની વીંટી તેમજ અન્ય મોમેન્ટો આપવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જયદીપસિંહ ઝાલા સિનિયર ક્લાર્ક દ્રારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ ૪.૮૨ લાખ બાળકોને આવરી લેવાશે

ProudOfGujarat

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

સુરતમાં યુવકે બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!